અરવલ્લી : એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ઇકો કારનો પીછો કરી ૨.૫૮ લાખનો દારૂ ઝડપ્યો,રૂરલ પોલીસે સગીરાનું અપહરણ કરનારને દબોચ્યો

0
5


ઋત્વિક.સોની.અરવલ્લી

    અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી-દારૂ ઝડપી પાડવા સતત દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે ફિલ્મીઢબે ઇકો કારનો પીછો કરી શિણાવાડ-ફરેડી રોડ પરથી ઇકો કારમાંથી ૨.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો એલસીબી પોલીસે પીછો કરતા કારમાં સવાર બે બુટલેગરો ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

   અરવલ્લી એલસીબી પીઆઇ વાઘેલાને મુલોજ થી મોડાસા તરફ ઇકો કારમાં દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા મુલોજ રોડ પર એલસીબી પોલીસે નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારીત ઇકો કાર આવતા કારને અટકાવવાનો ઈશારો કરતા કાર ચાલક નાકાબંધી તોડી કાર દોડાવી મુકતા એલસીબી પોલીસે કારનો પીછો કરતા રોડ પર ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા ઇકો કારના ચાલકે કાર શિણાવાડ-ફરેડી રોડ પર મૂકી ફરાર થઇ જતા પીછો કરતી પોલીસને બીનવારસી ઈકો કાર મળતા કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ- ટીન બોટલ નંગ-૧૯૯૫ કીં.રૂ.૨.૫૮ લાખથી વધુનો વિદેશી દારૂ અને ઈકો કાર મળી રૂ.૫.૫૮ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

મોડાસા રૂરલ પોલીસે સગીરાનું અપહરણ કરનાર મોલ્લીના શૈલેષ બારીયાને દબોચ્યો, સગીરાનો છુટકારો 

         મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક મહિના અગાઉ માલપુર તાલુકાનો મોલ્લી ગામનો શૈલેષ મંગાભાઇ બારીયા નામનો યુવક અગાઉ લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા સગીરાના પરિવારજનોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી 

     મોડાસા પીઆઈ મુકેશ તોમર અને ટીમે સગીરાનું અપહરણ કરનાર શૈલેષ બારીયાને ઝડપી પાડવા તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા અપહરણ કરતા શૈલેષ બારીયા સગીરા સાથે ઘરે હોવાની બાતમી મળતા તાબડતોડ રૂરલ પોલીસે મોલ્લી ગામે ત્રાટકી શૈલેષ બારિયાને દબોચી લઇ ભોગ બનનાર સગીરાનો છુટકારો કરાવ્યો હતો રૂરલ પોલીસે શૈલેષ બારીયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here