અરવલ્લી:મોડાસાના સાકરીયા પાસે નિર્માણાધીન તાલીમ ભવનમાં બાળ મજૂરોનો દુરઉપયોગ.

0
4

કપિલ પટેલ દ્વારા અરવલ્લી *. ગુજરાત રાજ્ય જ નહીં પૂરા દેશમાં કુપોષણ અને બાળમજૂરી આજે પણ યથાવત છે વારંવાર આવા મામલાઓના સમાચાર સમાચાર માધ્યમોમાં આવતા હોય છે તેમ છતાં બાળ મજૂરીનું દૂષણ ડામવામાં સરકારી તંત્ર આજે પણ નિષ્ફળ રહ્યું છે. આવો જ એક મામલો અરવલ્લી જીલ્લામાં સામે આવતા લોક ચર્ચાએ જોર પકડયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે નવા બની રહેલા સરકારી તાલીમ ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરોનો ઉપયોગ થઈ રહ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડિયોમાં બાળ મજૂરો બાંધકામ સાઇટ ઉપર બાળમજૂરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડ પર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ અને સુપરવાઇઝર ને આ બાબત નજરે કેમ નહીં પડતી હોય કે, પછી તેમણે કોઈ અલગ પ્રકારના કાચના ચશ્મા ધારણ કરેલા છે કે શુ?? આખરે જે હોય તે પરંતુ સરકારી તંત્રએ હવે સફાળા જાગી આવા કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here