અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા આપવા માંગ

0
28

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાનું સાયરા ગ્રામ પંચાયતની આશરે બાર હજાર જેટલી વસ્તી ધરાવે છે. તેમજ આ ગામમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગ તથા ખેતી પશુ પાલન પર આધારિત વિસ્તાર છે. સાયરા ગામ દધાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે. જે સાયરાથી આશરે દસથી બાર કી.મી. દુર આવેલ છે. તેમજ દધાલિયા  જવા માટે એક પણ બસ કે અન્ય કોઈ વાહન મળતું નથી. જેથી લોકોને બિમારીના સમયે દધાલિયા પહોંચવું મુશ્કેલ બની જાય છે. બીજું શીણાવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જે સત્તર કિ. મી. દુર આવેલ છે. આ સાયરા ગામ મધ્યમાં આવેલું છે. જો સાયરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તો, સાયરા, વોલ્વા, બ્લોક ફેક્ટરી, હફ્સાબાદ, છાપરાં, સાયરા છાપરાં, અમરાપુર છાપરાં, ભમરેચી મુવાડા, કણા મોરા તેમજ આજુબાજુના પંદર ગામોને લાભ મળી શકે અને આરોગ્ય સુવિધા મળી રહે. આ અગાઉ પણ ગાંધીનગર સુધી સાયરા ગામને આરોગ્ય કેન્દ્ર ફાળવવા રજુઆતો કરેલ છે. આ અંગે રાજ્ય સરકાર તરફથી સકારાત્મક વલણ દાખવી સાયરા ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવા સાયરા ગામના જાગૃત નાગરિકોની માંગ છે.                                     Inbox – * સાયરા તથા આસપાસના દસ ગામો મળી આશરે ૨૫,૦૦૦/-ની વસ્તીને લાભ મળી શકે. ડુંગરપુર(રાજસ્થાન)ને જોડતો માર્ગ પણ અહીંથી પસાર થતા લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તેમ છે.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here