અરવલ્લીઃ૩૧’ફર્સ્ટે”બાયડ દિવસ” નિમિત્તે રોજગાર મેળો, રક્તદાન કેમ્પ, ભજન સંધ્યા, સર્વ રોગ નિદાન કેમ્પ યોજી અનોખી ઉજવણી કરાઈ

0
12


અરવલ્લી

*. સમગ્ર દેશ ૨૦૨૧ ને બાયબાય કહેવામાં વ્યસ્ત હતો તો કોઈ ૨૦૨૨ને આવકાર આપવામાં વ્યસ્ત હતા તો કોઈ પોતાની મસ્તીમાં મસ્ત હતા. પણ સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત એવા બાયડના નવયુવાનોએ “બાપાનું ઘર” દ્વારા જે સેવાકાર્યનો શુભારંભ કર્યો છે. તેના દ્વારા ૩૧મી ડીસેમ્બર ને “બાયડ દિવસ” તરીકે ઉજવણી કરી ને બાયડની શાંતિપ્રિય જનતાને નવી દિશા આપી હતી. આ નવયુવાનોએ ૩૧મી ડીસેમ્બર, ૨૦૨૧ના રોજ કરેલ આ કાર્યક્રમ દ્વારા બાયડ તાલુકાના આશરે ૯૦ થી વધારે યુવાનોને રોજગાર પ્રાપ્ત થયો હતો જયારે અંદાજે ૧૨૦ જેટલી બોટલનું રક્તદાન પ્રાપ્ત કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો. આ સાથે આ યુવાનોને સહકાર આપવા વાત્રક હોસ્પિટલ દ્વારા મફત સર્વ રોગ નિદાન કેમ્પ પણ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સ્ત્રી રોગ અને હાડકાંના ડોક્ટર ની સેવા પણ મળી હતી. આ જ કાયૅક્રમમાં રાત્રી ના સમયે બાયડના જાણીતા કૃષ્ણ ભજન મંડળને પણ ભજન સંધ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કૃષ્ણ ભજન મંડળ દ્વારા લોકો જયારે નવા વર્ષની વધાવવા તલ્લીન હતા. ત્યારેઆ ભજન મંડળે બધાને કૃષ્ણ ભક્તિ માં તરબોળ કરી દીધા હતા.

કૃષ્ણ ભજન મંડળ.દ્વારા આ આયોજન કરનારા યુવાનો રાજન જોષી અને નવનીત સોનીની સેવાઓના અનુભવની સુંદર વાત પણ સભ્યો વચ્ચે મુકી હતી અને તે ૩૧મી ડીસેમ્બર ને સંસ્કૃતિના જતન માટે “બાયડ દિવસ” તરીકે ઓળખ આપવા પ્રયત્ન કર્યો તેને વધાવી લીધો હતો.આ યુવાનો ને પ્રોત્સાહન આપવા કૃષ્ણ ભજન મંડળ દ્વારા બાયડ દિવસ નિમિત્તે ૫૧૦૦/-રૂ. જયારે અરુણભાઇ વ્યાસ ૨૧૦૦/-રૂ. અને અનિલભાઈ પટેલ દ્વારા ૧૧૦૦રુપિયા ની ભેટ તથા અન્ય એક ભજનીક ભીખાભાઇ દ્વારા ઘઉ આપવાની જાહેરાત પણ કરવામાં આવી. હતી. આ સમયે રાજન જોષીએ માત્ર ભજન જ નહીં પણ સમાજની રચનાત્મક પ્રવૃત્તિમાં પણ સાથ આપનાર કૃષ્ણ ભજન મંડળ નો આભાર વ્યક્ત કયૉ હતો.

આખાય કાયૅક્રમ માં રક્તદાન કરનાર રકતદાતાઓને પટેલ બ્લડ બેક દ્વારા ધાબળા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.તો “બાપા નું ઘર” ના ટીફીન નો સ્વાદ માણી ચુકેલા નગરજનો આ કાયૅક્રમ માં ઉપસ્થિત રહી કાયૅક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.
આખાયે શિસ્તબદ્ધ કાયૅક્રમનું સંચાલન કોવિડ પ્રોટોકોલ મુજબ માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ સિક્યુરિટી, સુવિધાઓ, પાર્કિંગ વિગેરેની જનતાને તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. કેટલાક સિનિયર સિટીઝન દ્વારા તો “બાપા નું ઘર” નામથી અનેરો ઉત્સાહ અને જોષ તેમનામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here