અરવલ્લીઃબાયડ APMCમાં સત્તાવાળાઓની અણઆવડત કે પછી વધુ એક સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર થવા જઈ રહ્યો છે….

0
8


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

  • સરકારે સાતમો પગાર પંચ અમલમાં મૂકી દીધો છે, ત્યારે બાયડ માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ તો ઠીક પણ હજુ પાંચમાં પગાર પંચ હેઠળ પગાર ચુકવામાં આવી રહ્યો છે…. બાયડ માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, ત્યારે સહકારી સંસ્થાના ચેરમેન કર્મચારીઓને બઢતી આપવાની જગ્યાએ મહેકમ ખર્ચ વધું હોવા છતાં નવા ૧૦ કર્મચારીઓની ભરતી કરી ભ્રષ્ટાચાર આચરવા જઈ રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે....... ત્રણ મહિના અગાઉ એક કર્મચારીની ભરતી કરેલ અને સારી મલાઈ મલતા ભરતી કરવાનો સિલસિલો ચાલુ રાખેલ હોય તેવું લાગી રહ્યું છે.( મહેકમ ) એટલે કે આવક કરતા જાવક વધારે હોયતો નવા કર્મચારીઓની ભરતી ના કરી શકાય તેમ છતાં પોતાના સ્વાર્થ માટે નવા કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી કરી સમગ્ર બાયડ તાલુકાના ખેડૂતોની હામી ગણાતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ડૂબાડવા જઈ રહ્યા છે....
  • બાયડ માર્કેટ યાર્ડમાં બહારથી આવતી આવક બંધ થઈ ગઈ છે, ત્યારે હવે બીજી અન્ય કોઈ મોટી આવક નથી અને સંસ્થામાં મહેકમ વધુ હોવા છતાં સંસ્થાના મૂખિયાં સત્તાના કેફમાં ભાન ભૂલી સંસ્થામાં ફરજ બજાવતા જુના કર્મચારીઓને ન્યાય આપવાનું નેવે મૂકી પોતાના મળતિયા નવા કર્મચારીઓની ભરતી કરી મોટો ભ્રષ્ટાચાર આચરવા જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે…. સંસ્થાની આ સમગ્ર પરિસ્થિતિ બાબતે સંસ્થાના કર્મચારીઓ દ્વારા જિલ્લા રજિસ્ટરશ્રી અને ખેતીનિયામકશ્રી (ગાંધીનગર) ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને હવે સંસ્થાના કર્મચારીઓ હાઈકોર્ટના દરવાજા ખટખાટવા જઈ રહ્યા છે.....
  • ઉલ્લેખનીય છેકે, લગભગ એક વર્ષ પહેલાં સાઠંબા ખાતે આવેલા બાયડ માર્કેટ યાર્ડના સબ યાર્ડમાં જૂના વહેપારીઓ સાથે અન્યાય કરી બંધ બારણે પોતાના મળતિયાઓને દુકાન પધરાવી દેવાના ઇરાદે ગેરકાયદેસર નવીન દુકાનોના પાયા ખોદી નિર્માણ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે બાંધકામ શરૂ કરતાં પહેલાં સ્ટે આવી જતાં કામ અટકી ગયું હતું. લોકચર્ચા મુજબ બાયડ માર્કેટ યાર્ડના ચેરમેનના અણધડ વહીવટની ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્કસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here