અરવલ્લીઃધનસુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હેમલત્તાબેન પટેલ અને ડે. સરપંચ પદે કાર્તિક પટેલે ચાર્જ સંભાળ્યો…

0
12


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

  • અરવલ્લી જીલ્લાના ધનસુરા ગ્રામ પંચાયતમાં આજરોજ પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલે સરપંચ પદે પોતાનો પદભાર સંભાળ્યો હતો. અને ડેપ્યુટી સરપંચ તરીકે કાર્તિકકુમાર કાન્તિભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.

ધનસુરા ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે હેમલત્તાબેન પ્રકાશભાઈ પટેલ એ ચાર્જ સંભાળ્યો હતો સાથે ડેપ્યુટી સરપંચ તરીકે કાર્તિકકુમાર કાન્તિભાઈ પટેલ ની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધનસુરા રામજી મંદિર ના મહંત મહામંડલેશ્વર પુરણશરણ દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ સરપંચ,પૂર્વ ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ, ધનસુરા ગ્રામ પંચાયત નો સ્ટાફ,ગામલોકો અને ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત સરપંચ અને ઉપસરપંચ ને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here