અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની ચાણસ્મા કાનદાસ પુરા ના ઢાળ ના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

0
0

ચાણસ્મા ના કાનદાસ પુરા ઢાળ દ્વારા રંગોળી ,યજ્ઞ,શોભાયાત્રા,મહા આરતી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાયા…

ભગવાન રામલલ્લા ના અયોધ્યા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ભારત તા. 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. અયોધ્યા ખાતે આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ચાણસ્મા શહેર સહિત સમગ્ર જિલ્લામાં રામ ભક્તો દ્વારા ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ચાણસ્મા શહેરના કાનદાસ પુરા ના ઢાળ ના રહીશોએ પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સહભાગી થવા વહેલી સવારે રંગોળી, યજ્ઞ, પ્રભુ શ્રીરામના ગુણગાન સાથે ભજન ભક્તિ,ભગવાનની શોભાયાત્રા, હનુમાન ચાલીસા પઠન અને પ્રસાદ સાથે રાત્રે રાસ ગરબાની રમઝટ જમાવી મહાઆરતી સાથે પ્રસંગની ઉજવણી કરી હતી.
અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને કાનદાસપુરા ઢાળ દ્વારા આયોજિત કરાયેલા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા રહીશોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here