અમીરગઢ વિસ્તારમાંથી દારૂ ભરેલી એસક્રોસ કાર lcb પોલીસે ઝડપી પાડી છે

0
4

અમીરગઢ….

જેમાં 1 હજાર 752 જેટલી દારૂની બોટલ જેની કિંમત અંદાજે 2 લાખ 60 હજાર અને કાર સહિત કુલ 8 લાખ 60 હજાર નો મુદામાલ કબ્જે લઈ અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

બનાસકાંઠા lcb પોલીસે અમીરગગઢ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજસ્થાન અમીરગઢ થી પાલનપુર તરફ એક એસક્રોસ કાર GJ-08-BB-2347 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે શિવલહેરી કોમ્પલેક્ષ ની સામે હાઇવે રોડ પર નાકાબંધી દરમ્યાન હકિકત વાળી એસક્રોસ કારનો પીછો કરતાં ઝાઝારવા ગામમાં ચાલક કાર મુકી તેમજ બાજુમાં બેઠેલ ઈસમ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો ગાડી માંથી દારૂની 1752 જેટલી બોટલ જેનિ 2 લાખ 60 હજાર 160 જેટલી કિંમત તથા એસક્રોસ કાર સહિત કુલ મુદ્દામાલ 8 લાખ 60 હજાર 160 નો કબ્જે લઈ બન્ને ઈસમો વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here