અમીરગઢ વિનયન કોલેજ દ્વારા પંચ પ્રકલ્પ કાર્યક્રમ યોજાયો

0
22

અમીરગઢ

કાકવાડા ગામે નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણ નો કાર્યક્રમ યોજાયો હતો

અમીરગઢ વિનિયન કોલેજ દ્વારા પંચ પ્રકલ્પ કાર્યક્રમ કાકવાડા ગામે યોજવામાં આવ્યો હતો.જેમાં નશાબંધી તેમ જ કુરિવાજ નિવારણ દહેજ પ્રથા તેમજ ભ્રૂણહત્યા નિવારણ કાર્યક્રમ યોજી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મહિલા બાળ વિકાસ કચેરી બનાસકાંઠા અને જિલ્લા વ્યસન મુક્તિ કેન્દ્ર સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવને મનાવી રહેલ છે, ત્યારે અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ યોજના અંતર્ગત કાકવાડા ગામે નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મહિલા અને બાળ વિકાસ કચેરી બનાસકાંઠા તથા જિલ્લા વ્યસનમુક્તિ કેન્દ્ર ના સહયોગથી કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રકલ્પના નોડલ આસીસ્ટન્ટ મુકેશ કુમાર તથા સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. નયન સોનારાના માર્ગદર્શન હેઠળ N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. મંજુલાબેન વી. પરમારે કર્યુ હતુ.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here