અમીરગઢ માં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષામાં શિક્ષકો એ કાળી પટ્ટી બાંધી ફરજ પર રહી વિરોધ કર્યો

0
4

અમીરગઢ…

શિક્ષકોના અનેક પ્રશ્નો ને લઈ શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડયો છે કેટલાય વર્ષોથી શિક્ષકો અને સરકાર વચ્ચે ધરણાં અને સરકારના આશ્વાસનો નું વાક યુધ્ધ ચાલી રહ્યું છે.

શિક્ષકોની વર્ષોની અનેક માંગ ને લઈ બનાસકાંઠા શિક્ષણ સંકલન સંઘ દ્વારા વિરોધ દર્શાવતા બોર્ડ ની પરીક્ષામાં શિક્ષકો કાળી પટ્ટી બાંધી ફરજ પર રહ્યા હતા શિક્ષકો ની અનેક પ્રશ્નો ને લઈ શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડયો છે કેટલાય વર્ષોથી શિક્ષકો અને સરકાર વચ્ચે ધરણાં અને સરકારના આશ્વાસનો નું વાક યુધ્ધ ચાલી રહ્યું છે માટે શિક્ષકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં હોવાથી હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરિક્ષા હોવાથી તેઓ ધરણાં જેવા કાર્યક્રમો ના કરતા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ની ચિંતા કરી હતી પરંતુ તેઓ બોર્ડ ની પરિક્ષા મા સુપરવિઝન માં પણ કાળી પટ્ટી બાંધી સરકારની નીતિઓનો વિરોધ દર્શાવ્યો હતો બનાસકાંઠા ઉચ્ચતર શિક્ષણ સંકલન સંઘ માં પ્રમુખ અને અમીરગઢ આર આર વિદ્યાલયમાં ફરજ બજાવતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે શિક્ષકો ના અનેકવિધ પ્રશ્નો જેવાકે સાતમા પગારપંચ નો હપ્તો જમાં થયેલ નથી અને ઘણા સમયથી શિક્ષકોની માંગ છે એવી પેન્શન યોજના નો લાભ ચાલુ રાખવો આ પડતર પ્રશ્નો ની માંગ ન સંતોષાતા હાલમાં બોર્ડ ની પરિક્ષા હોવાથી વિધાર્થી ઓ ના હિતમાં કોઈ ધારણા કાર્યક્રમ કર્યા વિના બનાસકાંઠાના ઉચ્ચત્તર માધ્યમિક સંકલન ના દરેક શિક્ષકો કાળી પટ્ટી બાંધી સરકાર નો વિરોધ કરશે અને આગામી મધ્યસ્થ મૂલ્યાંકન ની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે શિક્ષકોની માંગ વધુ વેગવાન બની હોવાથી સરકાર અને શિક્ષકો વચ્ચે ધરણાં અને પટ્ટી બાંધવાનું યુધ્ધ છેડાઈ ગયેલ છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here