અમીરગઢ માં આંખ ના દર્દી માટે ફેંકો પદ્ધતિ થી ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

0
7

અમીરગઢ….

લાયન્સ કલબ દ્વારા આ ઓપરેશન ફેંકો પદ્ધતિદ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે.

અમીરગઢ માં તા :- 26/12/2021 વાર રવિવાર ના રોજ ગામ અને આસપાસ ના ગ્રામ જનો માટે આંખ ના દર્દી માટે ફેંકો પદ્ધતિ થી ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નું આયોજન ડો. સલીમ એન શેખ મેડીકેર હોસ્પિટલ,પ્રમુખ ગ્રેજ્યુએટસ, સ્પેશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અમીરગઢના નિવાસી ના પ્રયાસ થી આ તદ્દન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓએ આજે પ્રાથમિક તપાસ કરવી હતી. તેના માટે હસમુખ ભાઈ જોશી (એમ.અસ. સર્જન) દ્વારા દર્દી ની તપાસ કરી પાલનપુર ખાતે આંખ ના ઓપરેશનની તારીખ આપવામાં આવી હતી. ઓપરેશન પહેલા બી.પી. ડાયાબિટીસ ની પણ તાપસ કરવામાં આવી હતી. આ ઓપરેશન લાયન્સ કલબ આંખ ની હોસ્પિટલ ખાતે 02/01/2022 ના રોજ સવારે 9 કલાકે કરવામાં આવશે. આ કેમ્પ માં આંખ ના ઓપરેશન અમદાવાદ ના નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવશે. લાયન્સ કલબ દ્વારા આ નવમું કેમ્પ છે અને દર વર્ષે લાયન્સ કલબ દ્વારા કેમ્પ કરવામાં આવે છે. આંખ ના આ ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલ માં 15 થી 20 હજાર નો ખર્ચ થાય છે. આ સંસ્થા દ્વારા કેમ્પ ફેંકો પદ્ધતી થી વિના મૂલ્યે કરવામાં આવે છે. જેનો લાભ લેવા અમીરગઢ અને આજુબાજુ ના દરેક ગ્રામ વાસીઓ ને વિનંતી કરવામાં આવી હતી. આ કેમ્પ નું આયોજન અમીરગઢ ની અગ્રવાલ ધર્મશાળા માં કરવામાં આવ્યું હતું જેનો સંચાલન સંજય કુમાર પરણમલ અગ્રવાલ, સત્યમરાય બાલકિરણ અગ્રવાલ, વિકાસ કુમાર કેદારમલ અગ્રવાલ, ફેસલ ભાઈ બુરામુદ્દીન કુરેશી, સફી ભાઈ બસીરભાઈ ઘાંચી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here