અમીરગઢ પંથકમાં ઉનાળા ની શરૂઆત માં જ લઘૂસિંચાઈના ડેમો ના તળિયા દેખાતા પાણીના તળો ઊંડા જવાની દહેશત ખેડૂતો માં પ્રસરતા કપરી પરિસ્થિતિ સર્જાવાની ઝલક દેખાઇ રહી છે.

0
6

અમીરગઢ…..

ઉનાળાની શરૂઆત માં જ ખેડૂતો મુશ્કેલીમાં…

બનાસકાંઠા ના મુખ્ય ખેતી પ્રધાન તાલુકા માં સમાવેશ થતાં અમીરગઢ માં ઉનાળાની શરૂઆત મા જ પાણીની વિકટ સમસ્યા સર્જવા લાગી છે ગયેલ ચોમાસામાં વરસાદ પણ નહિવત પ્રમાણમાં પડતાં અમીરગઢ પાસેથી પસાર થતી અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં પણ થોડાક અંશે પાણી આવેલ હતું જે હમણા થી જ સુકાઈ ગયેલ છે જેથી આ વિસ્તાર માં પાણીના તળો ઊંડા જઈ રહ્યા છે જ્યારે અમીરગઢ માં 14 લઘુસિંચાઈના ડેમો આવેલ છે અને જે ખેડૂતોને પિયત નું સાધન નથી તેવા ખેડૂતો માટે આશીર્વાદ રૂપી બનેલ છે. લઘૂસિંચાઇના ડેમો મારફતે ખેતરોમાં પિયતનું પાણી નેર મારફતે જાય છે પરંતુ ઓછા વરસાદ ના લીધે લઘુસિંચાઈ ના ડેમો પણ ભરાયા ન હતા. ઉનાળાની શરૂઆત મા જ તાલુકાના ડેમો ખાલી ભાસતા તળિયા બતાવી રહ્યા છે જેથી ડેમો ઉપર નિર્ભર ખેડૂતો ચિંતિત બન્યા છે ખેતી માટે અને પશુધન માટે ઘાસચારા જેટલી પણ વાવણી થવાની દાહેશત પશુપાલકો ને પણ સતાવી રહી છે દર વર્ષે તૈયાર થયેલ પાક સમયે કમોસમી વરસાદ થતાં ચાર વર્ષથી પાક માં નિષ્ફળ જતા ખેડૂતો આ વર્ષે પાણી ના તળો ઊંડા જવાથી મુંજવણમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે અને પોતાનું અને પશુઓ નું ગુજરાન કેવી રીતે કરવું તેનો વિચાર કરી કુદરત સામે મીટ માંડી બેઠા છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here