અમીરગઢ નેશનલ હાઇવે પર રાત્રી દરમિયાન ત્રિપલ અકસ્માત સર્જાયો

0
10

ટ્રેલર, ટેન્કર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત 15 થી વધુ લોકો ઈજાગ્રસ્તબનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં પાલનપુર- આબુરોડ નેશનલ હાઇવે પર રાત્રી દરમિયાન ટ્રેલર,ટેન્કર,અને ખાનગી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 15 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. બનાસકાંઠા માં અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર રાત્રી દરમિયાન ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રેલર, ટેન્કર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 15 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી,

બનાવને પગલે સ્થાનિક એલ એન્ડ ટી, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે અમીરગઢ અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીરગઢ પાસે નેશનલ હાઈવે પર અકસ્માતમાં ટ્રેલર ચાલક અને બસમાં બેઠેલા મુસાફરો સહિત 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે એલ એન્ડ ટી ની ટીમ, 108 એમ્બ્યુલન્સ વાન અને અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે અમીરગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યારે અકસ્માત ને પગલે ટ્રાફિક જામ થતા પોલીસે અકસ્માત ગ્રસ્ત ગાડીઓ ને સાઇડ માં ખસેડી ટ્રાફિક પૂર્વવ્રત કરાયો હતો.અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here