અમીરગઢ ના ઈકબાલગઢ ગામ ના હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક સાથે (૭) સાત દુધાળા પશુઓના મોત

0
13

બનાસકાંઠા..અમીરગઢ

અકસ્માતે ગુનો નોધી આગળની તપાસ P.S.I.એચ.એન.પટેલ ચલાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જણાવવાનુ કે અમીરગઢ તાલુકા વિસ્તારમાં ચાલુ સાલે વરસાદ. નહિવત થતાં માલધારી સમાજ પોતાનુ પશુધન કઈ રીતે સાચવવુ તેની મુજવણમાં મુકાયેલ છે. માલધારી જીવન નિર્વાહ પશુધન ઉપર કરતા હોય છે. ત્યારે અમીરગઢ તાલુકાના કપાસીયા ગામના ૨બારી ડુગર ભાઈ ભગવાનજી પોતાની માલીકીના ગાય. ભેસ .જેવા દુધાળા પશુ લઇ કપાસીયાથી ઇકબાલગઢ અને ત્યાંથી નેશનલ હાઈવેના માર્ગ ગુજરાત તરફ પશુધન લઈને નિકળેલા હતા તે દરમ્યાન આજે વહેલી સવારે ૫.૩૦.પાંચનેત્રીસ કલાકે ઝાંઝર વા. પાટીયા. દર્શન હોટલની સામેથી પાલનપુર તરફ જવા નિકળેલા ત્યાં પાલનપુર તરફથી પુરપાટ ઝડપે આવતીકાળમુખી ટ્રકે આમાલધારીના પશુધનને અડફેટે લીધા હતા અને સાત (૭) પશુઓને મોતના ધાટ ઉતારી ટ્રકચાલક પોતાની ટ્રક લઈ આબુ રોડ તરફ ફરાર થઇ ગયેલ છે.
માલધારી પોતાનુ પશુધન મોતના ઘાટે જતા જોઈ બે બાકળા થઈ ગયા હતા અને બુમો પાડતા આ સપાસના લોકો દોડી આવ્યા હતાં અને પોલિસને જાણકારી આપેલ તેથી પોલીસ તથા લોકોના ટોળા ઉમટી પડ્યા નેશનલ હાઇવે હોવાથી બીજો કોઈ બનાવન બને તે તકેદારીના ભાગરૂપે પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ તેમજ ધોરણસર ની કાર્યવાહી કરી આગળની તપાસ અમીરગઢ પોલિસ ચલાવી રહી છે.

અહેવાલ :- વાહિદ રહેમાન મેમણ (ઇકબાલગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here