અમીરગઢ નજીક હાઇવે પર રાજસ્થાન થી પાલનપુર જતી એક ખાનગી બસ અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો

0
7

અમીરગઢ

ખાનગી બસન પલ્ટી મારતા 10 થી વધુને ઈજા, ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

અમીરગઢ નેશનલ હાઈવે પર એક ખાનગી બસ અચાનક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બસ માં સવાર 10 થી વધુ લોકોને ઇજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એક ખાનગી બસ રાજસ્થાન પાલનપુર તરફથી જઈ રહી હતી. અમીરગઢ હાઇવે નજીક અચાનક બસ પલ્ટી મારતા 10 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જ્યારે બસમાં સવાર 30 થી વધુ લોકોને આબાદ બચાવ થયો હતો અમીરગઢ હાઇવે પર ખાનગી બસ પલ્ટી મારતા બસ રોડની સાડમાં ખાડામાં ખાબકી હતી આજુબાજુ લોકો તેમન વાહન ચાલકો એ રાહતની કામગીરી શરૂ કરી હતી બનાવ ના પગલે એલ.એંન્ડ. ટી વિભગ ના કર્મચારીઓ તેમજ ઍબ્યુલન્સ, અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજા ગ્રસ્તો ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here