અમીરગઢ તાલુકા ના સરોત્રા ગામ ના અંડર બ્રિજ માં વરસાદ નું પાણી ભરાઈ જવાના કારણે ગામ ના લોકો ભોગવી રહ્યા છે હાલાકી….

0
16

વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રેલ્વે અંડરબ્રીજ ની સમસ્યાનો હલ કરવા માટે તંત્ર પાસે સમય નથી

અમીરગઢ તાલુકામાં દિવસભરના ભારે ઉકળાટ બાદ રાત્રી ના સમય દરમિયાન વીજળી ના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમી થી આંશિક રાહત મળી હતી. રાત્રી ના સમય દરમિયાન પડેલા વરસાદ થી હવે ખેડૂતોના મુરઝાતા પાકોને પણ જીવનદાન મળ્યું છે જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે. તાલુકા માં પડેલા સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોનાં મુરઝાતા પાક ને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. નેશનલ હાઇવે થી સરોત્રા ગામ ને જોડતો એપ્રોચ રોડ આવેલ છે. એપ્રોચ રોડ ઉપર થી રેલવે લાઈન પસાર થતા અન્ડર બ્રિજ બનાવેલ છે. દર ચોમાસા ની સીઝન માં પાણી ભરાઈ જતા ગામ લોકો ને અવર જવર કરવા ભારે હાલાકી ભોગવવી પડે છે. તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ રેલવે અન્ડર બ્રિજની સમસ્યા નો હલ કરવા માટે તંત્ર પાસે સમય નથી એવા કટાક્ષો અને આક્ષેપો લોકો કરી રહ્યા છે. વર્ષોની આ સમસ્યાનો હલ ન આવે તો લોકો ધરણા કરવાની ચીમકી આપી છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here