અમીરગઢ તાલુકા ના ઇકબાલગઢ પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

0
2

રેલવેની પટરી ક્રોસ કરતા યુવક નું મોત નીપજ્યુંબનાસકાંઠા માં અવાર નવાર અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ટ્રેન અકસ્માત થવા પામ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે એક યુવક રેલ્વે પટરી ક્રોસ કરતા ટ્રેનની અડફેટે આવી જતા યુવક નું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે મનોજ બજાણીયા નામનો 18 વર્ષનો યુવક રેલ્વે પટરી ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન ની અડફેટે આવી જતા યુવક કચડાઈ ગયો હતો. ટ્રેન નીચે કચડાઈ જતા યુવક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજુબાજુ ના લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. જ્યારે રેલ્વે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી. મનોજભાઈ નામના યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજતાં સમગ્ર પંથકમાં એરાટી મચી જવા પામી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here