અમીરગઢ….

અમીરગઢ આંબેડકર ચોક માં બંધારણ દિવસ અંતર્ગત ડો.આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા .ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર કરી તા. 26 નવેમ્બર, 1949માં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015થી દર વર્ષે ભારત સરકાર દ્વારા 26 નવેમ્બરે “સંવિધાન દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે આજે દેવાભાઈ રણાવાસિયા. ઈશ્વર રણાવાસિયા, લલિત રણાવાસિયા, મહેશ રણાવાસિયા, પ્રવીણ રણાવાસિયા પરથીભાઈ શેખલીયા શિવરામભાઈ આસોદીયા વિજય પરમાર સુરેશ રણાવાસિયા તેમજ ભીમ બંધુઓ દ્રારા બાબાસાહેબ આવેડકર ની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)