અમીરગઢ તાલુકાના જાસોર હીલ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.

0
19

અમીરગઢ તાલુકાના જાસોર હીલ મા આવેલ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે બે ઓક્ટોબર થી 8 ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે આજે ગાંધી જયંતિ ના દિવસે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કુદરતી સૌંદર્ય થી ભરપુર એવી જાસોર હીલ ખાતે સુદંર વૃક્ષો થી ચમકી ઉઠે તેવું કુદરતી સૌંદર્ય થી ભરપુર જોવા મળી રહે છે તેમજ જાસોર હીલ ખાતે જુનું અને જાણીતું કેદારનાથ મહાદેવ મંદિર આવેલ છે. ત્યારે કેદારનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન હજારો લોકો ની ભીડ જોવા મળે છે ત્યારે હજારો ભાવિકો દર્શન કરવા આવતા હોય છે તેમજ વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ વસવાટ કરતા હોય છે ત્યારે વન્ય પ્રાણી પક્ષીઓ તેમજ પર્યાવરણ નું જતન થાય તેના અનુસંધાને અમીરગઢ તાલુકાના વનવિભાગ ના કર્મચારીઓ, એન.જી.ઓ., ડીવાઇન ડીપ ગ્રુપ તેમજ બાલુન્દ્રા ગામ ના ગામ લોકો તેમજ આજુબાજુ ના ગામ લોકો અને ફોરેસ્ટ રેન્જ ના સમસ્ત સ્ટાફ દ્વારા આશરે 300 kg કચરા નો નિકાલ સ્વચ્છતા અભિયાન દ્વારા હાથ ધરવા માં આવ્યું હતું. અહીં મંદિર હોવાથી શ્રદ્ધાળુઓ ની અવર જવર વધુ હોવા થી કેદારનાથ મન્દિર ના મહંત દ્વારા અને વન વિભાગ દ્વારા આજુ બાજુ ના ગામ લોકો અને શ્રધ્ધાળુઓ ને વિનંતી કરવામાં આવી હતી કે મંદિર માં દર્શન કરવા માટે આવે પણ પ્લાસ્ટિક સાથે ન લાવે. ત્યારે કેદારનાથ વાવથી માંડી ને કેદારનાથ મહાદેવ મંદિર તેમજ મુનિ પર્વત સુધી આજુબાજુ પડેલ કચરો વેણી ને અયોગય જગ્યાએ નિકાલ કરવા માં આવ્યો હતો. ત્યારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત પડેલ કચરા નો નિકાલ કરી જાસોર હીલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here