અમીરગઢ ચેખલાના પાટીયા નજીક એક ટ્રેલર અચાનક અચાનક કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં ખાબકી

0
6

અમીરગઢ…

ટ્રેલર ખાબકતા ચાલક ને માથાના ભાગે ઇજા પહોચી

અમીરગઢ ચેખલાના પાટીયા નજીક નેશનલ હાઇવે પર એક રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રેલર રોડ સાઈડમાં ખાબકતા ચાલક ને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર ચાલકે પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ ચેખલાના પાટીયા નજીક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં ખાબક્યું હતું ટ્રેલર રોડની સાઈડમાં ખાબકતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી ટેલર ચાલકને તત્કાલીન બહાર નીકળવામાં આવ્યો હતો જોકે ટ્રેલરચાલક ને માથાના ભાગે ઈજા પહોંચી હતી સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here