અમીરગઢ ચેકપોસ્ટ ને અડીને આવેલ રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પાસે ખાનગી બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો.

0
13

અમીરગઢ..

બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર અકસ્માતનો સીલસીલો તો યથાવત જ છે. જ્યારે આજે વહેલી સવારે માવલ ચેકપોસ્ટ પાસે બસ પલટી ખાતા એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું

જયપુર થી અમદાવાદ જતી ખાનગી બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર આઠ મુસાફરો ને ગંભીર ઈજાઓ થતાં ત્યારે તેમને આબુરોડ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માવલ ચેકપોસ્ટ પાસે હાલ બનાવેલ હાઈવેના વળાંક પાસે બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર બનાવેલ વળાંક ના કારણે આ જગ્યા અકસ્માત ઝોન બની છે. બસ પલટી ખાતા રોડ બ્લોક થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ પોલીસે ટ્રાફિક ની સમસ્યા દૂર કરવા માટે બસને સાઈડમાં કરવાની કવાયત હાથ ધરી હતી. તેમજ સવારના છ વાગ્યા ના સમયે બસ ચાલકે સ્ટેરીંગ પર નો કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો .

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here