અમીરગઢ ખાતે તાલુકાકક્ષાના ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમની દેશભક્તિ માહોલમાં ઉજવણી કરાઈ

0
3

લાયઝન અધિકારીશ્રી શૈલેષ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું


ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લ
બનાસકાંઠા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમની દેશભક્તિ સભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અમીરગઢ તાલુકાના લાયઝન અધિકારીશ્રી શૈલેષ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી તથા પદાધિકારીશ્રીઓ અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ વડીલો, યુવાનો, માતાઓ, બહેનોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તાલુકા પંચાયત અમીરગઢ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં દીવો લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. સ્થાનિક કક્ષાએ 75 વૃક્ષોનું વાવેતર કરી વસુધા વંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને વીરોને વંદન થકી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આમ, અમીરગઢ તાલુકા કક્ષા ના ‘મેરી માટી- મેરા દેશ’ કાર્યક્રમ રાષ્ટ્ર ભક્તિની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here