અમીરગઢ……કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ગોકુળ આઠમ નિમિત્તે ભાવિ ભક્તો એ દર્શન કર્યા.

0
13

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ થી અંદાજે સાત આઠ કિલોમીટર ના અંતરે આવેલ જાસોરહિલ ની ગિરિમાળાઓ બિરાજમાન એવા કેદારનાથ મહાદેવ નો મહિમા ખૂબ જ પ્રચલિત ગણવામાં આવે છે ત્યારે ગિરિમાળામાં જુનું અને જાણીતું ગણાતું એવું પ્રચલિત મંદિર કેદારનાથ મહાદેવના દર્શન કરવા દુર દુર સુધીના લોકો આવતા હોય છે તેમજ લોકો પિકનીક મનાવવા માટે પણ આવતા હોય છે ત્યાં ની ગિરિમાળાઓ સુંદર વૃક્ષો થી ચમકી ઉઠે તેવું કુદરતી સૌંદર્ય થી ભરપુર થી ખીલી ઉઠે છે. શ્રાવણ મહિના દર સોમવારે ભાવી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. કેદારનાથ મહાદેવના મંદિર ખાતે ગંગા, જમના, સરસ્વતી ના પાણી ના કુંડ આવેલા છે તે કુંડ માં બારેમાસ પાણી રહે છે ત્યાં ક્યારેય પણ પાણી ખુટતુ નથી અને કેદારનાથ મહાદેવના મંદિર ખાતે શ્રાવણ મહિના નિમિત્તે જે ભાવી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદનુ આયોજન રાખવામાં આવતું હોય છે મહાપ્રસાદ શ્રાવણ મહિના નિમિત્તે આયોજન કરવામાં આવતું હોય છે. મહાપ્રસાદનો લાભ ભાવી ભક્તો લેતા હોય છે. તેમજ વાત કરવામાં આવે તો કેદારનાથ મહાદેવ ના મંદિર થી ઉપર મુનિ ગુફા આવેલી છે તે પણ ખુબ જ પ્રચલિત છે તે જગ્યાએ પણ લોકો દર્શન કરવા માટે જતા હોય છે તો ગોકુળ આઠમ નિમિત્તે કેદારનાથ મહાદેવના દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને ભાવિ ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.*

અહેવાલ- ઇમરાન લુહાર અમીરગઢ*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here