અમીરગઢ.. ઈકબાલગઢ પ્રાથમિક શાળાના શિક્ષક ને તાલુકા કક્ષાના પારીતોષિક એનાયત કરાતા અમીરગઢ તાલુકાનું નામ રોશન કર્યું.

0
15

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પ્રાથમિક શાળા શિક્ષક કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતર ને તાલુકા કક્ષાના પારીતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ના મુખ્યાલય પાલનપુર ખાતે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા તાલુકા ના શ્રેષ્ઠ 24 શિક્ષકો માં કમલેશભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદ પરબતભાઇ પટેલ, દિનેશ અનાવડીયા, ડીડીઓ સ્વપિલ ખરે, જિલ્લા શિક્ષણાધીકારી એન.બી. ચાવડા, સહિત આમંત્રિત મહેમાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે ઈકબાલગઢ પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો દ્વારા તેમને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પ્રાથમિક શાળા ના શિક્ષક કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતર એ કોરોના માહામારી ચાલી રહી હતી ત્યારે પણ શેરીએ શિક્ષણ બાળકોને આપ્યું હતું તેમજ અનેક શિક્ષણ ને લગતી કામગીરી કરી હતી એટલે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેથી તેમને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને તાલુકા કક્ષાના પારીતોષિક એનાયત કરાતા વધુ મા ઈકબાલગઢ પ્રાથમિક શાળા ના પ્રિન્સીપાલ દિનેશભાઈ એ જણાવ્યું કે જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ પરીતોષીક એનાયત કરે અને આગળ પ્રગતિ કરે તેવું જણાવ્યું હતું ત્યારે અમીરગઢ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષક કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતર એ શ્રેષ્ઠ કામગીરી કરી તાલુકા કક્ષાએ પરીતોષિક એનાયત કરાતા અમીરગઢ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોતાનું અને ઈકબાલગઢ પ્રાથમિક શાળાનું અને તાલુકાનું નામ રોશન કર્યું હતું. *અહેવાલ- ઇમરાન લુહાર (અમીરગઢ)*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here