અમીરગઢ….અમીરગઢ ના ધનપુરા પાટિયા પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

0
5

અકસ્માત બાદ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરારબનાસકાંઠા જિલ્લાના ધનપુરા પાટિયા પાસે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા ટ્રેલર નીચે બાઈક ચાલક આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અકસ્માત પગલે ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો બાઈક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા પાસે એક ટ્રેલર ચાલક રોડ ક્રોસ કરતા સમયે રાજેસ્થાન તરફ આવતા બાઈક ચાલક ટ્રેલર નિચે આવી જતા બાઈક ચાલક ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થયા બાદ કરૂણ મોત નીપજ્યું હતું. જોકે ટ્રેલર ચાલક અકસ્માત સર્જાતા ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માત પગલે આજુબાજુ લોકો દોડી આવ્યા હતા.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here