અમીરગઢ…. અમીરગઢ આબુ હાઈવે પર અમીરગઢ પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો…….

0
5

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે કાલે સાંજે ફરી એક વાર અમીરગઢ પોલીસ સ્ટેશન નજીક અકસ્માત ના દ્રષ્યો જોવા મળ્યા હતા. આબુરોડ તરફ થી ગુજરાત આવતી કાર ગાડી ને દુધ ના ટેન્કરે પાછળ ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો .બનાવ ના પગલે ટ્રાફિક ના દ્રશયો સર્જાયા હતા. જેમાં દૂધ ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર ચાલકે કાર ગાડીને ટક્કર મારી ટેન્કર મૂકી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. અકસ્માત થતાં સ્થાનિક લોકો જોવા માટે ટોળે ટોળા એકત્રીત થયા હતા. આ અંગેની જાણ અમીરગઢ પોલીસ મથકે થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા. અકસ્માત ના પગલે ટ્રાફિક જામ થતા ટ્રાફિક નિયંત્રણ કરાયું હતું. અને એલ એન્ડ ટી ની ટીમ પણ ઘટના સ્થળે હાજર રહી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here