અમીરગઢના ધનપુરા તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસ નો વિજય થયો

0
12

અમીરગઢ…

કોંગ્રેસને 1318 મત મળતાં કોંગ્રેસના ઉમેદવાર નો 179 વોટથી વિજય થયો

અમીરગઢના ધનપુરા તાલુકા પંચાયતની સીટપર ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રી પાંખિયો જંગ ખેલતા ભાજપ પાસેથી કોંગ્રેસે સીટ છીનવી લીધી હતી. ધનપુરાંની સીટપર ભાજપના દેલીગેટ નો વિજય થતા આ સીટપર ભાજપનો દબદબો રહ્યો હતો પરંતુ ભાજપના ડેલિકેટનું અકસ્માતમા મૃત્ય થતાં આ સીટપર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારી નોધાવી પોતાની ઉમેદવાર ને મેદાનમાં ઉતારેલ હતા ભારે રસાકસી વચે યોજાયેલ ચૂંટણીમાં પરિણામ આજે અમીરગઢ મામલતદાર કચેરીમાં મત ગણતરી થતાં માત્ર એકજ કલાકના સમયમાં પરિણામ આવેલ હતું અને ભાજપ પાસે ની સીટ કોંગ્રેસે લઈ લીધેલ છે ધનપુરા સીટનું કુલ મતદાન 5029 નું હતું જેમાંથી 3072 નું થયું હતું જેમાં ભાજપના ઉમેદવારને 1139 મત અને આમ આદમી પાર્ટીને 504 મત અને કોંગ્રેસ ને 1318 મત મળતાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ ભીખાભાઈ રાઠોડનો 179 વોટથી વિજય થયો હતો સીટ મળતા કોંગ્રેસના કાર્યકરો આનંદમાં આવતા વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી અમીરગઢ બજારમાં વાજતે ગાજતે વિજય ઘોસ સાથે વરઘોડા સાથે બિરદાવ્યા હતા.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here