અમીરગઢના કરઝા ગામમાં પંદર માસના પાડાની પાંત્રીસ લાખ ની કિંમત ની બોલી લગાવાઈ

0
8

અમીરગઢ…..

અમીરગઢ વિસ્તાર મુખ્ય ખેતી અને પશુપાલન ઉપર આધારિત વિસ્તાર છે જ્યાં મોટાભાગે દરેક લોકો પશુપાલન સાથે સંકલાયેલા હોય છે અત્યારે ખેતી કરતા પણ પશુપાલન આજીવિકા ના ધોરણે આગળ વધી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં એક પાડા ની કિંમત પાંત્રીસ લાખ જેટલી આંકવામાં આવતા સૌ કોઈ આ પાડાને જોવા આતુર જણાય છે અમીરગઢ ના કરઝા ગામના ઉત્તમસિંહ કરણસિંહ ચૌહાણ પાસે રહે પંદર માસનો પાડો દેખાવ અને કદ કાઠી માં સારો હોવાથી તેને ખરીદવા માટે વેપારીઓ ઉમટી પડ્યા છે. માલિક ના જણાવ્યા મુજબ આ પાડા ઉપર ઉર્દૂ માં કઈક લખેલ છે એવું એક મુસ્લિમ ખરીદદાર જણાવ્યું હતું અને તેઓએ એકવીસ લાખની કિંમતની માં પાડો ખરીદવા તૈયારી બતાવી હતી પરંતુ ઉત્તમસિંહ તેને આપેલ નથી આ અદભૂત પાડાની ચર્ચા ચોમેર ફેલાતા દેશની રાજધાની દિલ્લી ના વેપારીએ આ પાડાની કિંમત પાંત્રીસ લાખનો બોલી બોલી છે અને બે દિવસમાં તેઓ પાડાને જોવા માટે આવવાના છે. બે ટાઈમ નું દસ લિટર દૂધ આપનાર ભેસો ની કિંમત પણ એક લાખ આસપાસ ની હોય છે જયારે પાડાની કિંમત પાંત્રીસ લાખ ની બોલાતા પંથકમાં પાડાને જોવા માટેની હોડ લાગેલ છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here