અમીરગઢઅમીરગઢ તાલુકા ના જેથી ગામ પાસે આવેલ નાગેશ્વર મહાદેવ નો અનેરો મહિમા ખૂબ જ પ્રચલિત છે

0
7

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ થી અંદાજે સાત આઠ કિલોમીટર ના અંતરે આવેલ જેથી ગામ નજીક કુદરતી સૌંદર્ય થી ચમકી ઉઠે તેવું અંદાજે પંદરસો ફૂટની ઊંચાઈ ધરાવતો નાના એવા ડુંગરા પર બિરાજમાન એવા નાગેશ્વર મહાદેવ નું ધામ આવેલ છે. આ ડુંગર પર અનેક નાના મોટા દેવ દેવી બિરાજમાન છે. ત્યારે તે ડુંગર પર નાગેશ્વર મહાદેવ બિરાજમાન છે

તેમજ કાળ ભૈરવ પણ બિરાજમાન છે તેમજ મહાકાલી માતા બિરાજમાન છે તેમજ સૌથી ઉપર ડુંગર ની ટોચ પર આશાપુરી માતાજી બિરાજમાન છે. ત્યારે કુદરતી સૌંદર્ય થી ભરપુર ચમકી ઉઠે તેવું જોવા મળી રહે છે. અને અને ત્યાંનો અનેરો મહિમા છે.ત્યારે આ ડુંગર પર નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત મહાત્મા એવા રાજેન્દ્ર ગીરી બાપુ વર્ષો થી દેવ દેવી ની પુજા અર્ચના કરે છે.તેમજ રાજેન્દ્ર ગીરી બાપુ પહેલા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં સેવા આપી ચૂક્યા હતા. ત્યારે સુંદર વૃક્ષો થી ચમકી ઉઠે તેવું કુદરતી સૌંદર્ય થી ભરપુર નાના ડુંગર પર અનેક દેવ દેવી ના ધામ આવેલ છે અને ડુંગરની ચારે બાજુ ખેતરો જોવા મળી રહે છે ત્યારે આ નાના એવા ડુંગરા પર શ્રાવણ માસના ગુરુપૂર્ણિમા ના દિવસે લોક મેળો ભરાય છે તેમજ દર રવિવારે દર્શનનાથીઓ દર્શન કરવા માટે દુર દુર સુધી ના આવતા હોય છે. ત્યારે જુનું અને જાણીતું અને ચમત્કારી ધામ પણ કહેવામાં આવે છે. તેમજ જે ભાવીકો દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવતા હોય છે તેમજ ભાવીકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાધા પણ રાખતા હોય છે. જે ભાવીક તન મન થી બાધા રાખે છે તેની મનોકામના પણ પૂર્ણ થાય છે. ત્યારે નાના એવા ડુંગરા પર દેવ દેવી ના ધામથી કુદરતી સૌંદર્ય થી ભરપુર ખીલી ઊઠે તેવું જોવા મળી રહે છે.*અહેવાલ – ઇમરાન લુહાર (અમીરગઢ)*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here