અમીધારા ટ્રસ્ટ દ્વારા ફતેપુર અમીચંદભાઈ હીરાભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓને ડ્રાયફ્રૂટનુ વિતરણ કરતા સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ.

0
17

અરવલ્લી

ભારતના વડાપ્રધાન માં.શ્રી નરેન્દ્રભાઈ મોદીને સુશાસનના સાત વરસ પૂર્ણ થતાં આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતેના અમીચંદભાઈ હીરાભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના મહામારીમાં સતત સેવા આપનાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની સુંદર સેવા આપનાર આરોગ્યના તમામ કર્મચારીઓને ડ્રાયફ્રૂટનુ વિતરણ કર્યું હતું અને સેવાઓને બિરદાવી ધન્યવાદ આપ્યા હતા.ઉપરાત દર્દીઓની પણ પૃચ્છા કરી તમામ દર્દીઓના ખબર અંતરપૂછી દર્દીઓને બિસ્કીટ વગેરેનો નાસ્તો આપવામાં આવ્યો હતો. અમીધારા ટ્રસ્ટના નેજા હેઠળ મહેશભાઈ અમીચંદભાઈ પટેલ દ્વારા આ તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી ડાઈફૂટ સહિતની ગીફ્ટ આપી સેવાઓને બિરદાવી પુનઃ ધન્યવાદ આપ્યા હતા. ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ..પાર્થ પટેલ,ડૉ.તસ્લિમ મેમણ સહિતના આરોગ્ય કેન્દ્રના સ્ટાફે અમીધારા ટ્રસ્ટના મહેશભાઈ પટેલ,શ્રી મનુભાઈ પટેલ અને શ્રી અશોકભાઈ પટેલ સહિતના તમામે તમામ અમીધારા ટ્રસ્ટ પરિવારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસન ના સાત વરસ પૂર્ણ થતાં અમીધારા ટ્રસ્ટ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં સેવાકિય પ્રવૃત્તિઓ આદરી લોકસેવાના અને કોરોના મહામારીમાં કામ કરનાર તમામે તમામ કર્મચારીઓ સેવાધારી સેવકોને પ્રોત્સાહિત કરી સેવામાં એક ડગલું આગળની શીખ આપી યાદગાર રૂપી કાર્ય કરતા અમીધારા ટ્રસ્ટ ની આ કામગીરી ની લોકોએ અને સમગ્ર સમાજોએ સારી નોંધ લીધી છે.જે યોગ્ય અને યથાર્થ ગણી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here