અમિતભાઇ શાહ ના મત -વિસ્તારનું 100 ટકા ટીકા કરણ પૂરું કરતુ ગણપત પુરા

0
12

અમિતભાઇ શાહ ના મત -વિસ્તારનું 100 ટકા ટીકા કરણ પૂરું કરતુ ગણપત પુરા

ગાંધીનગર ના કલોલ માં આવેલું ગણપતપુરા ગામે 100 ટકા રસીકરણ અભિયાન પૂરું કરી દેવા માં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાન માં રાખી ત્રીજી લહેર ને ડામવા ની પુરે પુરી તૈયારી ઓ કરી છે. તયારે ગુજરાત સરકારે આ અભિયાન ને સફળ બનાવવા માટે ગામડાઓમાં સંપૂર્ણ રસીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે કલોલ તાલુકા ના ગણપતપુરા ગામે આ અભિયાન ને 100 ટકા પૂર્ણ કરી દેવા માં આવ્યું છે

કલોલ તાલુકા ભાજપ મહામંત્રી જયેશ. એન. ઠાકોર ના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકા ભાજપ ની ટીમ અને ગણપત પુરાના ભાજપ ના કાર્યકરો અને ગ્રામ પંચાયત ની સમગ્ર ટીમે ડોર ટુ ડોર જઈ ગ્રામજનો ને કોરોના રસીકરણ નું મહત્વ સમજાવી કોરોના રસી લેવા પ્રેરિત કર્યા હતા. આ સફળ ઝુંબેશ ના ભાગ રૂપે કોઈ અન્ય બીમારી પીડિત કે જે રસી ન લઇ શકતા 2/5 વ્યક્તિ ને બાદ કરતા 100 ટકા સફળ રસી કરણ પૂરું કરેલ છે

ગામ ના સરપંચ અને એમની ટીમ આ સમગ્ર ઝુબેશ ને સફળ બનાવવા માં સહયોગી ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લાના પ્રભારી અને કલોલ તાલુકા સંગઠન તેમજ અમિતભાઇ શાહ નો આભાર વ્યક્ત કરે છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here