અમદાવાદ જિલ્લાના માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

0
0

અમદાવાદ જિલ્લાના માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ
……
તા.૧૬ મી જાન્યુઆરીએ જ સમગ્ર ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી-આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……
કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો ઉદાહરણરુપ કડક માં કડક કાર્યવાહી કરાશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
…..
હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે
…..
આરોગ્ય મંત્રી શ્રી એ અમદાવાદની એમ.એન્ડ.જે. આંખની હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી
…..
મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના અપાઇ
…….
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આજે અમદાવાદની એમ.એન્ડ.જે . હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.
આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ , નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે તા. ૧૬ મી જાન્યુઆરીના રોજ ૯ નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મંત્રી શ્રી એ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડક માં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.
વધુંમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે.
મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે.
હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.
………….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here