અમદાવાદમાં માહેશ્વરી યુવા સંગઠન દ્વારા ઓનલાઈન યોગ વર્કશોપ યોજાયો

0
40

અમદાવાદમાં માહેશ્વરી યુવા સંગઠન દ્વારા ઓનલાઈન યોગ વર્કશોપ યોજાયો

લાખણી:- ૨૧ જૂન એટલે યોગ દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે આ દિવસે વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા યોગના કાર્યક્રમો થકી લોકોમાં યોગ માટે જાગૃતિ લાવવાનો પ્રયત્નો કરવામાં આવ્યા છે અમદાવાદ માહેશ્વરી યુવા સંગઠનના મિડીયા પ્રભારી શ્રી ગોપાલ ભાઈ માહેશ્વરી જણાવે છે કે ૭ માં વિશ્વ યોગ દિવસ ઉપક્રમે અખિલ ભારતીય માહેશ્વરી યુવા સંગઠન દ્વારા ગુજરાત પ્રાંતીય માહેશ્વરી યુવા સંગઠન અને અમદાવાદ માહેશ્વરી યુવા સંગઠન દ્વારા રોગચાળા દરમિયાન યોગનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ સારું નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ યોગ ફાયદાકારક છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અખિલ ભારતીય માહેશ્વરી યુવા સંગઠનના નેજા હેઠળ ગુજરાત પ્રાંતિય માહેશ્વરી યુવા સંગઠન અને અમદાવાદ માહેશ્વરી યુવા સંગઠન દ્વારા આયોજીત ઓનલાઇન યોગ વર્કશોપ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માહેશ્વરી સમાજના અગ્રણી કીશનજી ચાંડક, રાજેન્દ્રજી પરીવાલ અલ્પેશ માહેશ્વરી અમદાવાદ માહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ કૌશલ થિરાણી, મહામંત્રી નીરજ સોમાણી, ગુજરાત પ્રાંતીય માહેશ્વરી યુવા સંગઠન ના પૂર્વ અધ્યક્ષ વિકાસ મુદડાએ ભાગ લીધો હતો અને યોગ પ્રાણાયામ કરીને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે, તેથી યોગને તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવો આ કાર્યક્રમના આયોજકો મનીષ ચાંડક અને મયંક બગરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here