અન્ન દાન એજ મહાદાન સૂત્રને સાકાર કરી બતાવ્યું હિંમતનગર ખાતે ચાલતા ભોજનમ ફાઉન્ડેશને

0
19
  • ભોજનમ ફાઉન્ડેશન દ્વારા શહેરની હરીનગર પ્રાથમિક શાળામા ૨૫૦ કરતાં પણ વધારે બાળકોને પૌષ્ટિક ભોજન આપ્યું

ભોજનમ ફાઉન્ડેશન સાબરકાંઠા દ્વારા આજે હિંમતનગરની હરિનગર પ્રાથમિક શાળામાં અશક્ત બાળકોને પોષ્ટીક ભોજન આપવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શહેરના જાણીતા તબીબો દ્વારા સેવા હેતુથી ચાલવામાં આવતું ભોજનમ ફાઉન્ડેશન દ્વારા આજે શહેરની કાટવાડ રોડ ઉપર આવેલી શ્રી હરિ પ્રાથમિક શાળામાં અંદાજે ૨૫૦ જેટલા બાળકોને પોષ્ટીક ભોજન જમાડવામાં આવ્યું હતું અશક્ત અને ગરીબ બાળકો ભૂખ્યા ના રહે તે હેતુ થી હિંમતનગર શહેરના નામાંકિત ડોક્ટરો દ્વારા આ મુહિમ ઉપાડવામાં આવી છે ભોજનમ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને જરૂરમંદ લોકો માટે અલગ થી એક ટોકન વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગરીબ,જરૂરમંદ અને ભિક્ષુક લોકોને ફાઉન્ડેશનના સભ્યો જ્યાં જોવે ત્યારે તેવા લોકોને નક્કી કરેલ હોટલમા લઇ જઈ ભાવતું ભોજન જમાડવામાં આવે છે અને સાબરકાંઠા જિલ્લામા માટે સરળતાથી દરેક જરૂરમંદ લોકોને ભોજન મળી રહે તે માટે આ નંબર જાહેરાત કરવામાં આવ્યો છે 9664560112 આ નંબર પર ફોન કરી માહિતી આપવાની રહેશે, આજના આ કાર્યક્રમમા ડૉ.હિતેષભાઇ પટેલ,જગદીશભાઈ પુરોહિત, અશ્વિનભાઇ પટેલ,ડો કેતનભાઈ,કૃપલ ભાઈ પટેલ, સંજયભાઈ ગાંધી,રોનક ભાઇ પટેલ,હિતેષભાઇ પંચાલ,જતીનભાઈ પટેલ સહિતના ભોજનમ ફાઉન્ડેશન ના સેવાભાવી કાર્યકરો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા શ્રી હરિ નગર પ્રાથમિક શાળાના શિક્ષકોએ અન્ન દાન એજ મહાદાન સુત્ર ને સાકાર કરનાર ભોજનમ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here