અનોડીયા પ્રાથમિક શાળા નં -1 (કોટવાસ) ના આચાર્ય નો વિદાય સમારંભ યોજાયો

0
0

વિજાપુર તાલુકામાં આવેલ શ્યામવિહાર-1સોસાયટી માં રહેતા અને નજીકના તાલુકાની અનોડીયા પ્રાથમિક શાળા નં- ૧ માં સતત ૨૩ વર્ષથી ફરજ બજાવતા શિક્ષણનો અશ્વમેઘ યજ્ઞ ચલાવતાં આચાર્ય રશ્મિકાબેન સંજયભાઈ જણસારી ની બીજી શાળામાં બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળા પરિવાર, નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર આવકારી ભવ્ય પુષ્પવર્ષા સાથે સન્માનપત્ર આપી અવનવી ભેટ સોગાત આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રશ્મિકાબેન તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવા માં આવી હતી તેમજ તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતુ ખરેખર ઉત્તમ શિક્ષકની સમાજમાં ખુબજ કદર થાય છે.સમગ્ર અનોડીયા કોટવાસ ગામે અશ્રુભીની આંખે‌ સન્માન સાથે ભાવભરી વિદાય આપી‌ હતી અને આચાર્ય ના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમસ્ત ગ્રામજનો એ ભવ્ય સન્માન સાથે રશ્મિકાબેન ને વિદાય કાર્યક્રમ યોજાયો હતો

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here