અનાવાડા નાં ચિંતામણી ગણપતિ દાદા મંદિરે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવન યોજાયો..

0
13

ભક્તજનો એ હવન યજ્ઞ નાં દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.23
પાટણ નજીક આવેલ અનાવાડા નાં શ્રી ચિંતામણી ગણપતિ દાદા ના મંદિર પરિસર ખાતે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થી નિમીતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચિંતામણી ગણપતિ દાદા ના મંદિરે સુશોભિત કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસર ખાતે સંકષ્ટ ચતુર્થી નિમીતે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું જેના યજમાન પદે પટેલ ચિરાગભાઈ મોહનલાલ ,પટેલ કૌશિકભાઈ રુગનાથભાઈ તેમજ ખત્રી ચેતનભાઈ સુરેશભાઈ પરિવારે લ્હાવો લીધો હતો.પાટણના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન માં આહુતિ અર્પિત કરી હતી.
શ્રી ચિંતામણી ગણપતિ મંદિર ખાતે સંકષ્ટચતુર્થી નિમીતે આયોજિત ધાર્મિક ઉત્સવો માં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here