અણી ના ટાઈમે મેઘ મહેર થતાં ગાંધીનગર જિલ્લા ના ખેડૂતો માં ખુશી નો માહોલ

0
4

અણી ના ટાઈમે મેઘ મહેર થતાં ગાંધીનગર જિલ્લા ના ખેડૂતો માં ખુશી નો માહોલ

વાવણીલાયક વરસાદ પણ નહિ હોવા ના કારણે પિયત આપવા ની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ધીમી ધારે ચાલુ વરસાદ માં જ જગત નો તાત વાવણી માં જોતરાઈ ગયો મંદ પડેલું વાવેતર ફરી વેગ પકડશે.ખેડૂતો માં ખુશી ની લહેર.

રાજ્યના પાટનગર ગાંધીનગર માં ગઈકાલ સુધી રાજ્ય નો સૌથી ઓછો ફક્ત 11 ટકાજ વરસાદ પડ્યો હતો. સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પણ ગાંધીનગર જિલ્લા માં નોંધાયો નહતો .તે વચ્ચે જિલ્લા ના ખેડૂતો એ ખરીફ સીઝન નું 72 હજાર હેક્ટર વાવેતર કરી દીધું હતું.વરસાદ નહિ પડતા ખેડૂતો ના જીવ તાળવે ચોંટ્યા હતા.અને પિયતની પણ તાકીદે જરૂરિયાત ઉભી થઇ હતી.અને તાકીદે વરસાદ ના આવે તો પાક બળી જવાની પણ દહેશત સેવાઈ રહી હતી આવી સ્થિતિ માં અણી ના સમયે મેઘમહેર થતાં ગાંધીનગર ના 72 હજાર ખરીફ પાકને જીવતદાન મળી ગયુ છે.અને ખેડૂતો માં પણ ખુશી ની લહેર જોવા મળી રહી છે વરસાદી વાતાવરણ ને કારણે હવે વાવેતર વિસ્તાર માં પણ વધારો થશે.

વરસાદ ની અનિયમિતતા ઉપરાંત કોરોના ની અસર ને કારણે ખેડૂતો દ્વારા છેલ્લા 2 વર્ષ થી ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર ઓછું થતું હતું તયારે આ વખતે તૌકતે વાવાઝોડા ના કારણે ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદી વાતાવરણ જિલ્લા માં ચારેક દિવસ રહયુ હતું જેના થી જમીન માં ભેજ નું પ્રમાણ જળવાઈ રહયુ હતું અને તેનો ઉપીયોગ કરી ને ગાંધીનગર ના ઘણા ખેડૂતો એ ચોમાસા પહેલા જ પ્રિ -મોન્સૂન વાવેતર કરી દીધું હતું તયારે રાજ્ય માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીત લગભગ સર્વત્ર ચોમાસુ બેસી ગયુ હતું પણ ગાંધીનગર માં એકાદ વરસાદી ઝાપટા જ પડ્યા હતા તેમ છતાં સારા વરસાદ ની આશા એ અને પિયત ને ધ્યાન માં રાખી ને ખેડૂતો એ ઘણા પાકો નું વાવેતર કરું હતું અસાઢ માસ અડધો થવાઆવ્યો છતાં પણ ગાંધીનગર જિલ્લા માં વાવણી લાયક વરસાદ પણ પડ્યો ન હતો.જેના કારણે ખેડૂતો ની ચિંતા ઘેરી બની હતી છેલ્લા ઘણા દિવસો થી રોજ વાદળો છવાતા હતા તેની સાથેજ ખેડૂતોને વરસાદ ની આશા બંધાતી હતી પરંતુ આખરે મેઘરાજા જિલ્લા માં હાથતાલી આપી ને જતા રહેતા હતા આ વચ્ચે ખેડૂતો એગાંધીનગર ના ખેડૂતોએ સારી એવી વાવણી કરી દીધેલ અને આકાશ સામે મીટ માંડીને જગત નો તાત બેઠો હતો બે દિવસ માં વરસાદ ન આવે તો પાક બળી જવાની પણ દહેશત વ્યક્ત કરવા માં આવી હતી તેવા સંજોગો માં અણી ના સમયે ફરી મેઘરાજા એ ખેડૂતોની લાજ રાખી હતી અને શનિવાર સાંજ બાદ મેઘરાજા મન મૂકી ને વરસ્યા હતા

આવી કટોકટી વાળી સ્થિતિ માં વરસાદ નું આગમન થતાં પાકને નવું જીવતદાન મળેલ છે. તો સાથે સાથે ખેડૂતોના જીવ માં પણ જીવ આવ્યો છે વરસાદી વાતાવરણ થી ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી રહી છે.વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પળી રહ્યો છે જે ખેતી માટે ફાયદાકારક માનવા માં આવે છે જેથી હવે આગામી દિવસો માં વાવેતર વધશે

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here