અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ અને મહિલા વિંગ કચ્છ ઝોન દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત ઝુપડપટ્ટી વિસ્તાર તથા મીઠા ના અગર માં કામ કરતા મજૂરોને રાશન કીટ અને તાલપત્રી અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું*

0
52
અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ દ્વારા મીઠા ના અગર માં વાવાઝોડા માં અસર ગ્રસ્ત પરિવાર ને રાશન કીટ અને તાલપત્રી અને દવા નું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ ના આયોજક અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ સંચાલિત ગુજરાત પ્રમુખ સેવક રાહુલ ચોચા તથા અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ મહિલા વિગ કચ્છ જોન અધ્યક્ષ અસ્મિતાબેન બલદાણીયા અને નગા વલાડિયા ના નારણભાઇ આહિર(આહીર અગ્રણી )રહ્યા હતા. મેડિકલ કીટ ના દાતા બલદાનીયા ક્લિનિક આદિપુર થી ડોકટર નિકુંજ બલદાણીયા રહ્યા હતા .આ કાર્યક્રમમાં અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ અંજાર ના કેપ્ટન અરુણાબેન બલદાણીયા તથા લુણવા ગામ થી કાનજીભાઈ આહીર આદિપુર થી શંભુભાઈ કાનગડ ,ગળપાદર થી દીપભાઈ વીરડા, તથા આદિપુર થી તેજલબેન સોરઠીયા ,કલ્પેશભાઈ સોરઠીયા અને સમસ્ત કચ્છ આહીર મહિલા મંડળ ના પ્રમુખ મીનાબેન વાઘમશી નો સહયોગ રહ્યો હતો.
પ્રમુખ અસ્મિતા બલદાણીયા દ્વારા રાશન કીટ અને મેડિકલ કીટ ના દાતાઓ નો આભાર માનવામાં આવ્યો.
રિપોર્ટ. દિપક આહીર
ભચાઉ કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here