અગમ્ય કારણો સર ભલાણા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી બે સહેલીઓ મોતને વ્હાલું કર્યું….

0
119
જિંદગીથી હારી ગયેલ લોકો માટે નર્મદા કેનાલો બની રહી છે મોતનું સરનામું ..
પાટણ જિલ્લાના અનેક વિસ્તરોમાં પસાર થતી નર્મદા કેનાલો એક બાજુ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે તયારે બીજી તરફ જિંદગીથી હારી ગયેલ લોકો માટે મોત નું સરનામું બની રહી છે..
તાજેતરમાં થોડા દિવસો પહેલા ચાણસ્મા વિસ્તરમાં આવેલી રામગઢ કેનાલમાં ચાર જેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું હતું તયારે એવી જ એક ઘટના હારીજ તાલુકાના ભલાણા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં બે બહેનપણીઓ એ જીવન ટૂંકાવ્યા ની ઘટના પ્રકાશમાં આવી છે..
મળતી માહિતી મુજબ શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઇ અજમલભાઈ જાદવ ( નાડોદા) ની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવ રહે.(સિપર ઉંમર 21 ) ની અને મુબારક પુરા ગામે રહેતી બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ ( ઉંમર વર્ષ 23) ગત રોજ તારીખ 1 મંગળવારના રોજ શંખેસ્વેર ખાતે ખરીદી કરવા નીકળેલા મોડી રાત સુધી ઘેર ના પહોંચતા પરિવાર જનો ચિંતિત બન્યા હતા પરિવાર જનો દ્વારા શોધખોળ બાદ સમાચાર મળતા પરિવાર જનો પર આભ તૂટી પડ્યું હતું કોઈ અગમ્ય કારણો સર બંને બહેનપણીઓ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આખરે મોત ને વહાલું કર્યું હતું…આ બનાવ અંગે જગદીશભાઈ જાદવે આપેલી જાણકારી મુજબ હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી વધુ તપાસ હારીજ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ બી .સોલંકી ચલાવી રહ્યા છે…

રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here