અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી બેઠક તથા સાધારણ સભા બેઠક સંપન્ન

0
7

ગુજરાત

સાધારણ સભામાં સંગઠનના બંધારણ પ્રમાણે દર ત્રણ વર્ષે યોજાનારી અખિલ ભારતીય કારોબારી ની ચૂંટણી અધિકારી શ્રી બાલકૃષ્ણ ભટ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવી જેમાં વિભિન્ન રાજયોના હોદ્દેદારો દ્વારા મુકવામાં આવેલ વિવિધ જવાબદારી ઓ માટેના નામો ના પ્રસ્તાવ ને વિવિધ રાજ્યોના હોદ્દેદારો એ અનુમોદન આપી સર્વાનુમતે કેન્દ્રીય કારોબારી ના 19 ( ઓગણીસ ) સભ્યો ને ચૂટાયેલા જાહેર કરવામાં આવ્યા

ગુજરાતને સૌ પ્રથમવાર કેન્દ્રીય કારોબારી માં મળ્યું સ્થાન

ઉપરોક્ત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણીમાં કેન્દ્રીય ટીમ માં 19 હોદ્દેદારો પૈકી ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તથા રાજ્ય ના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ આર.પટેલનો સમાવેશ કરી પ્રાથમિક સંવર્ગના અખિલ ભારતીય સચિવ તરીકે જવાબદારી આપવામાં આવી
અખિલ ભારતીય સ્તરે વિવિધ પ્રકોષ્ટ પૈકી શૈક્ષિક પ્રકોષ્ટ માં ગુજરાત ના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન રાજ્ય સંગઠન મંત્રી ઘનશ્યામ ભાઈ એન.પટેલ નો સમાવેશ કરવામાં આવ્યો આ ઉપરાંત કેન્દ્રીય સ્તરે વિવિધ કોર ટીમ પૈકી મહિલા કોર ગૃપ માં રાજ્ય ની વર્તમાનમાં મહિલા ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહેલા શ્રીમતી પલ્લવી બેન પટેલ ને અખિલ ભારતીય મહિલા કોર ગૃપ માં સ્થાન આપવામાં આવ્યું
ગુજરાત સંગઠન ના હોદ્દેદારો ને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતાં ગુજરાત સંગઠન દ્વારા કેન્દ્ર માં થયેલી નિયુક્તિઓ ને આવકારી રાષ્ટ્રીય સંગઠન નો આભાર માનવામાં આવ્યો
બે દિવસ ની અખિલ ભારતીય બેઠકમા ગુજરાત માં થી શ્રી ભીખાભાઇ પટેલ, શ્રી ઘનશ્યામ ભાઈ પટેલ, શ્રી રતુભાઈ ગોળ, શ્રી મિતેશ ભાઈ ભટ્ટ, શ્રીમતી પલ્લવી બેન પટેલ, શ્રી રમેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યાં

              રીપોર્ટ..... જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here