અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિબિરના આયોજન માટે મીટીંગ રાખવામાં આવી

0
5

આજરોજ ધોળકા-બાવળા ,સાણંદ – બોપલ ટીમ દ્વારા ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિબિરના આયોજન માટે મીટીંગ રાખવામાં આવી !જેમાં ધંધુકા તાલુકા રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ધોલેરાના
અનિરૂદ્ધસિંહ ચુડાસમા ઉર્ફે રાજભા ભવાની ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવેલ
આ મિટિંગમાં કરણસિંહજી શક્તાવત સાહેબ સાણંદ (પૂર્વ પ્રમુખ સાણંદ લાયન્સ ક્લબ) , નટુભા પી જાડેજા (પ્રદેશ મહામંત્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) ચંદ્રસિંહ વાઘેલા ઝણંદ (પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ધોળકા તાલુકો ,ધર્મેન્દ્રસિંહજી વાઘેલા (પ્રખંડ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ ધોળકા) કેરાળા ,ભરતસિંહ,પી,વાઘેલા આંબલીયારા( મહામંત્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ
ધોળકા )દિલીપસિંહ સિસોદિયા ગાંગડ( પ્રમુખ શ્રી સિસોદીયા રાજપૂત સમાજ )
બોપલ થી પધારેલા નીકુળસિંહજી વાઘેલા ઝણંદ( ઉપ-પ્રમુખ રાજપૂત યુવા સંઘ અમદાવાદજિલ્લો) ,પ્રદીપસિંહજી વાઘેલા લીમ્બોદરા, ભુપતસિંહ.વાઘેલા ધનાળા, દિગ્વિજયસિંહ વાઘેલા લોલીયા, વનરાજસિંહ પરમાર ઉતેલીયા, વિગેરે કાર્યકર્તાઓ ટીમ દ્વારા મિટિંગમાં હાજરી આપેલ હતી!
આ મિટિંગમાં ચુડાસમા સમાજ ધંધુકા તાલુકા ના ભાઈ ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જિલ્લા શિબિર અન્વયે સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી તે બદલ ટીમ દ્વારા ધંધુકા તાલુકા રાજપૂત સમાજ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે

રિર્પોટ : સહદેવસિંહ સિસોદીયા… બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here