અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તા.16/11/2021 થી 18/11/2021 ના રોજ કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે

0
7

ગુજરાત રાજ્ય કર્મચારી અધિકારી લડત સમિતિના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ

દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીઆ નગરપાલિકામાં કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર અને ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અને ગુજરાતમાં આવેલ 156 નગરપાલિકાના અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખશ્રી રવિન્દ્રસિંહ રાઠોડ પાસે થી મળેલ માહિતી મુજબ ગુજરાત રાજ્ય કર્મચારી અધિકારી લડત સમિતિના નેતૃત્વ હેઠળ કાર્યક્રમગુ જરાતમાં આવેલ તમામ સરકારી સંગઠનો, પંચાયત કર્મચારી મહાસંઘ, ધ ઓફીસરર્સ ફેડરેશન,ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ, રેવેન્યુ કર્મચારી મહામંડળ, ન્યાયાલય કર્મચારી મહામંડળ, બોર્ડ નિગમ કર્મચારી મહામંડળ, મહાનગરપાલિકા સંકલન સમિતિ જેવા વિવિધ મંડળો સાથે સાથે તા.16/11/2021 થી 18/11/2021 આમ ત્રણ દિવસ વિવિધ કચેરીઓમાં વિરોધ પ્રદર્શન યોજાવાનો છે જેમાં રાજ્યની નગરપાલિકાના પેન્ડિંગ પ્રસ્નોના કારણે સામાન્ય નાગરિકો આવશ્યક સેવાઓથી વંચિત ના રહી જાય તે રીતે સરકાર સામે કાળી પટ્ટી પહેરી ત્રણ દિવસ વિરોધ પ્રદર્શન કરશે..

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here