અંબાજી માં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા પદયાત્રા કરી અંબાજી તરફ આવી રહ્યા છે… બોલ મારી અંબે જય જય અંબે ના નાદ અરવલ્લીની પર્વતમાળા ગુંજી રહ્યા છે….

0
10

રાજોકટ નો સંઘ 415 કિલોમીટર ની પદયાત્રા કરી આજે માં અંબાના ધામે પહોંચ્યો છે બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યો છે. આવતીકાલે ભાદરવી પૂનમ ના દિવસે દર્શન કરવા માટે ગુજરાતભર માંથી ભક્તો આવતા જ બનાસકાંઠા માં અંબાજી તરફ જતા માર્ગો પણ ભક્તોથી ઊભરાઈ ગયા છે.

દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભક્તિ અને આરાધનાની ત્રિવેણી સંગમ એટલે અંબાજી ની પગપાળા યાત્રા, સતત છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે અંબાજી પગપાળા યાત્રા સદંતર બંધ જેવી હતી પરંતુ આ વર્ષે સરકારે થોડી છૂટછાટ આપતા જ માં અંબેના માઇભકતો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. આજે ભાદરવી પૂનમ છે અને માં અંબા નો પ્રાગટ્ય દિવસ એટલે ભાદરવી પૂનમ. આ દિવસે દર્શન કરવા માટે ગુજરાતભર માંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે ઉમટી પડ્યા છે. આજે રંગબેરંગી વેશભૂષા સાથે રાજકોટ નો સંઘ પણ અંબાજી આવી પહોંચ્યો હતો. આ સંધ છેલ્લા 20 વર્ષ થી 415 કિલોમીટર ની પદયાત્રા કરે છે અંબાજી મંદિર ખાતે વિવિધ વેશભૂસા પહેરીને ગરબે ઘૂમી મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા ની રમઝટ બાદ ધ્વજા આરોહણ કર્યું હતું.

આ સંધ મા કુલ 125 સભ્યો જોડાયેલા છે જેમાં 70 મહિલાઓ જોડાયેલી છે. અંબાજી મંદિર ખાતે 20 સપ્ટેમ્બર ભાદરવી પૂનમે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ટ્રસ્ટ તરફથી અને ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ તરફથી ગાઇડ લાઇન નું પણ પાલન થઈ રહયું છે અને મંદિર ખાતે બાધા આખડી માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. ભક્તોને આવકારવા માટે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પણ મંદિરને ખૂબ જ સુંદર રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે. 24 કલાક લોકો દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવનાર એક એક વ્યક્તિ ઉપર બાજ નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે સાથે સાથે સંદિગ્ધ વ્યક્તિઓ પણ નજર રાખવામાં આવી રહી છે.અહેવાલ :- ઇમરાન લુહાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here