અંબાજી મંદિરમાં અષાઢ સુદ- ૨ (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

0
14


(માહિતી બ્યુરો, પાલનપુર)
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- ૨ ( બીજ) રથયાત્રા મંગળવારને તા.૨૦/૦૬/૨૦૨૩થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની ભાવિક ભક્તોને નોંધ લેવા જણાવાયું છે.

આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦
મંદિર મંગળ- ૧૧.૩૦ થી ૧૨.૦૦
રાજભોગ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૩૦
મંદિર મંગળ- ૧૬.૩૦ થી ૧૯.૦૦
આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦
દર્શન સાંજે- ૧૯.૩૦ થી ૨૧.૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here