અંબાજી બસ ડેપોએ ઇતિહાસ સર્જ્યો, એક દિવસમાં 26 લાખની કરી આવક

0
0

જીએનએ અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો એસટી બસ દ્વારા મુસાફરી કરતા હોય છે, ત્યારે અંબાજી એસટી ડેપોના ઇતિહાસમાં પ્રથમ વખત આજે 26 લાખ જેટલી આવક થતા એસટી વિભાગમાં ખુશીની લાગણી જોવા મળી હતી એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે આ અમારી ટીમની મહેનત છે.

જે બદલ ડેપો મેનેજર અને ટીમ અંબાજીએ અંબાજી મા આવનાર અને એસ.ટી બસ દ્વારા મુસાફરી કરનાર યાત્રાળુઓનો નતમસ્તક થઈ આભાર વ્યક્ત કર્યો હતો. અંબાજી એસટી ડેપો ગુજરાતનો છેલ્લો બોર્ડર ઉપર આવેલો એસટી ડેપો છે. અંબાજી થી ગુજરાત અને ગુજરાત બહાર વિવિધ બસો આવન જાવન કરે છે. અંબાજી ખાતે રવિવારે પૂનમે મોટી સંખ્યામાં ભક્તો એસટી સેવાનો લાભ લેતા હોય છે ત્યારે રક્ષાબંધન પર્વ અને 30 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવ્યા હતા જે પગલે એસટી ડેપોની અધધ આવક થઈ હતી.

માં અંબાના ધામ એવા અંબાજી માં આવેલ અંબાજી એસ.ટી ડેપો નું નિર્માણ વર્ષ – 1966 માં થયું ત્યારથી સતત મુસાફર જનતાને માં અંબાના દર્શનાર્થીઓને પોતાના વતન થી અંબાજી લાવવા અને લઈ જવા માટે કાર્યરત છે. પરંતુ તા. 30/8/2023 એટલે કે રક્ષાબંધન નાં રોજ અંબાજી ડેપોનાં ડેપો મેનેજર રઘુવીરસિંહ તથા તેમની ટીમ અંબાજી નાં કર્મઠ કર્મચારીઓના અથાગ મહેનત અને કુશળ આયોજન થકી સંચાલન અને નિર્માણ ના 57 વર્ષ ના ઇતિહાસ માં સૌ પ્રથમવાર 26,00,000 /- લાખ ની માતબર આવક મેળવેલ જે પાલનપુર વિભાગ માં પ્રથમ અને નિગમની EPKM ની પરિભાષા માં 81.10 (આવક કિલોમીટર દીઠ) મેળવી વિક્રમ સર્જ્યો.

અંબાજી એસટી ડેપો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો હતો અને વિશેષ હતો કારણ કે એક જ દિવસમાં એસટી ડેપોએ 26 લાખની આવક કરતા અંબાજી એસટી ડેપો વિભાગ તરફથી કેક કાપવામાં આવી હતી અને તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here