અંબાજી પાસે થયેલ અકસ્માત દરમ્યાન ઘાયલોના ખબર અંતર પૂછવા તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા જિલ્લા કલેક્ટર

0
4

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી હડાદ રોડ ઉપર થયેલ ખાનગી બસના અકસ્માતમાં આશરે 25 ઘાયલ અને 9ની હાલત ગંભીર જોવા મળી છે. અકસ્માત થતા જ ઘાયલ લોકોને તાત્કાલિક પહેલા સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક જાણ જિલ્લા માહિતી વિભાગ ને થતા માહિતી વિભાગની ટીમ પણ અકસ્માત થયેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ઘટનાની પૂર્ણ જાણકારી મેળવી હતી.

આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થનાર લોકોના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જિલ્લા એસપી તેજસ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જલ્દી તાત્કાલિક સારવાર મળી રહે તે અંગેના પ્રયાસો અને સૂચનો કર્યા હતા આ ઉપરાંત હોસ્પિટલના ડોકટર્સ પાસેથી ઘાયલ લોકો.અંગેની માહિતી મેળવી હતી. આ ઉઅતિ ગંભીર 9 લોકોને તાત્કાલિક 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર પોતે પણ પાલનપુર જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here