અંતેલા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ના આરોગ્ય કર્મચારી પોતાના વતનમાં બદલી થતાં સન્માનિત કરવામાં આવ્યા

0
16

તા ૦૮/૧૦/૨૧ શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કર્મચારી વિનોદભાઈ પરમાર અને વીણાબેન રાઠવા માદરે વતન નો લાભ મળતા પોતાનાં વતન માં બદલી થતાં તેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડો.ગોસાઈ સાહેબ, ડો.જીગ્નેશ સાહેબ,ડો ખુશ્બુ મેડમ, નરવતભાઈ સુપરવાઈઝરશ્રી, રણવીરસિંહ , સંદીપભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ, નવનીતભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિવાર દ્વારા નિષ્ઠાવાન આરોગ્યકર્મચારીને વિદાયમાન આપવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરિવાર દ્વારા સ્મૃતિ ચિન્હરૂપે સાલ શ્રીફળ અર્પણ કરવામાં આવેલ તથા અન્ય સહકર્મચારી દ્વારા અલગ, અલગ મોમેન્ટો તથા ભેટ આપવામાં આવેલ. વિદાય વખતે ખુબ જ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા
મહત્વની વાત તો એ હતી કે વિનોદભાઈ એ એક જ જગ્યા પર સાત વર્ષ પોતાની નોકરીના એકજ ગામમાં પૂર્ણ કર્યા હતા અને વીણાબેન ત્રણ વર્ષ એક ગામમાં નોકરી કરી હતી અને દૂધ માં સાકર ભળે એ રીતે બધા સાથે ભળી ગયા હતા સમગ્ર કાર્યક્રમ ના અંતે ભોજન લઈ સૌ છુટા થયા હતા અને તમામ કાર્યક્રમ નું સુંદર આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. દિલીપભાઈ ગોસાઇ સાહેબ તથા સ્ટાફે કર્યું હતું.

રીપોર્ટ કિરીટભાઈ બારીઆ

કાળીડુંગરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here