અંજાર તાલુકાના સતાપર ગામે ગામની ગાયો માટે શ્રી ત્રિકમદાસજી મહારાજ ના પ્રેરણાં થી જમીન અર્પણ કરાઈ

0
3


સંત ધારે તો સંસારમા ક્રાંતિ લાવી શકે એનું જીવંત ઉદાહરણ અંજાર સચ્ચીદાનંદ સંપ્રદાય ના પરમ વંદનીય પુજ્ય મહંત શ્રીત્રિકમદાસજી માહરાજ એ આજે સત્તાપર ગામે પુરુ પાડેલ છે. એક બે મહિના પહેલા સત્તાપર ગામે યોજાયેલ વૃજપ્રભાવ ગ્રંથ ભાગવત કથા દરમ્યાન સચ્ચીદાનંદ સંપ્રદાયનાં પરમ વંદનીય મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે પોતાના સેવકોને વ્યાસપીઠ પરથી એવો માર્મિક આગ્રહ કરેલ કે કૃષ્ણ નાં વંસજો એવા આપણે સૌ આહીરકૂળમા જન્મ લઇને ગાયો માટેની ગૌચર જમીન પર દબાણ કરીએ એ કેટલું ખોટું કહેવાય આથી મહેરબાની કરીને જેમણે પણ ગૌચર જમીન પર થોડુ ઘણુ પણ દબાણ કર્યું હોય તેં ધીરે ધીરે આ દબાણ દુર કરીને ગાયો માટે ગૌચર ખુલ્લું કરે. આગળના સમયમાં આપણા વડીલો ગૌચર માટે પોતાના ખેતર દાનમાં આપતા એ ન ભૂલવું જોઈએ. ગૌચર માટે ગામે ગામ જમીનો ખુલ્લી કરવા મહારાજશ્રી એ આહવાન કરતા પરમ વંદનીય પુજ્ય શ્રી ત્રીકમદાસજી મહારાજશ્રી નું ભગવાનની જેમ સન્માન કરતા સત્તાપર ગામના સમસ્ત ગ્રામજનો સાથે મળીને એક ઐતિહાસિક ને અભૂતપૂર્વ નિર્ણય લઇને સર્વાનુમતે નક્કી કર્યું કે ગામની પાસે આવેલ રોડ ટચ એવી 10 એકર જેટલી જમીન કે જેનાં ઉપર વડીલો ખરવાડ (ખરા ) તરીકે ઉપયોગ કરતા હતાં, તેને બધાં સાથે મળીને કબજા મુકત કરીને ગૌશાળા માટે દાન કરી દે,

આજના સમયમાં જ્યારે લોકો એક એક ઇંચ જમીન માટે ઝગડા કરતા હોય ત્યારે સત્તાપર ગામની ગૌપ્રેમી જનતા નો આ નિર્ણય સલામ કરવા લાયક છે, વળી આવુ કાર્ય કરવા માટે પ્રેરણા ને પ્રોત્સાહન પુરુ પાડનાર પરમ વંદનીય ત્રિકમદાસજી મહારાજ ને કોટી કોટી નમન. આવા કાર્ય ની નોધ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ કરછ જીલ્લા એ નોધ લેવી જોઈએ અત્યારે સરકાર ગૌચર જમીન ખુલ્લી કરવા માટે વહીવટી તંત્ર ને કેટલી મહેનત કરવી પડતી હોય છે પરતું આવા કાંતિકારી સંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજની એક શબ્દથી સમગ્ર સતાપર ગ્રામજનો એ શબ્દ દરેકમાં જીવનમાં ઉતારી અને આવું કીમતી જમીન ગાયો માટે ખુલી કરાવી તે આવા સંતોના આશીર્વાદ થી થઈ શકે.

રિપોર્ટ -દિપક આહીર
અંજાર કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here