અંજાર – અંજાર એ પી એમ સી ખાતે આવેલ સરહદ ડેરી ખાતે કચ્છ જિલ્લાના પશુપાલકોએ તેમને થયેલ અન્યાય બાબતે શાંતિપૂર્વક રજૂઆત કરી.

0
37

તસ્વીર:એહવાલ-દિપક આહીર

અંદાજીત ૨૫૦ જેટલા પશુપાલકોએ સરહદ ડેરીના જવાબદાર કર્મચારી પાસે રજૂઆત કરી જણાવ્યું હતું કે સરહદ ડેરીના ચેરમેન પાસે અમારે રજુઆત કરવાની હોઇ તેમને બોલાવી આપો.છતાં પણ સંબંધિત કર્મચારીએ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ નો સંપર્ક ન કરાવી શકતા 250 જેટલા પશુપાલકો સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી ભુખ્યા તરસ્યા અંજાર એ પી એમ સી ખાતે આવેલ સરહદ ડેરી ખાતે હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રતનાલ ગામ ખાતે આવેલી રાધે રાધે ડેરીને સરહદ ડેરીએ નોટિસ આપી પશુપાલકોનું દૂધ બંધ કરવાનું જણાવતાં રતનાલ ગામ સહિત સમગ્ર કચ્છ જિલ્લા
ના પશુપાલકો અંજાર સરહદ ડેરી ખાતે આવી રાધે રાધે ડેરીમાં દૂધ લેવા રજૂઆત કરી હતી.

સરહદ ડેરીને દૂધના ભાવ વધારો કરવા છેલ્લા ઘણ સમયથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ ડેરી સંચાલકો દ્વારા કોઇ જ પ્રત્યુતર ન મળતા પશુપાલકો દ્વારા ખૂબ જ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

કચ્છ જિલ્લા માલધારી સંગઠન પ્રમુખ નંદલાલભાઇ આહીર,મંત્રી નવઘણભાઈ આહિર, માવજીભાઈ – ઉમેદપર, ભરતભાઈ – કુંઢીયા,માવજીભાઈ રતનાલ,કાનજીભાઈ – મોખાણા વિસાભાઇ – મોખાણા સહિતનાઓ હાજર રહી સરહદ ડેરી અંજાર ખાતે રજૂઆતો કરી હતી.
સરહદ ડેરી દ્વારા પશુપાલકોને પોતાનું જ ઉત્પાદિત સરહદ દાણ ફરજિયાત લેવાનું જણાવે છે. પશુપાલકોએ જણાવ્યું હતું કે સરહદ ડેરીનું રાજદાણ ભેંસો ખાતી જ ન હોઇ આ રાજદાણ કેમ ખરીદવું ? તેવો પશુપાલકો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

પશુપાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીજી જગ્યાએ દૂધના ભાવ વધારે મળતા હોઇ ત્યાં દૂધ વેચતા હોઇ,અમુક સમય સરહદ ડેરીમાં દૂધ આપવા જઈએ ત્યારે સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદવામાં આવતું નથી.

નંદલાલભાઇ રવાભાઈ વરચંદ રાધે રાધે પશુપાલક મંડળના સભ્ય છે,તેઓએ જણાવ્યું હતું કે રાજદાણ મંગાવ્યા પછી પણ સમયસર ન આવતું હોઇ ખૂબ જ તકલીફ વેઠવી પડે છે.

નંદલાલ ( વેપારી) રતનાલએ જણાવ્યું હતું કે રાજદાણ એકદમ ખરાબ આવે છે.અને ભેંસો ખાતી જ નથી તો રાજદાણ કેમ ખરીદવું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here