પંચમહાલ
પંચમહાલ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું .જેમાં સમગ્ર જિલ્લાના મહંતો ,સંતો તેમજ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોની હાજરીમાં સ્વયંસેવકો દ્વારા નગરના રાજમાર્ગો પર વિશાળ શૌર્ય પથ સંચલન યોજાયું હતું. જેમાં સનાતન હિન્દુ ધર્મના પવિત્ર ધર્મ ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા ની ગીતા જયંતિ ના દિવસેને શૌર્ય દિન તરીકે ઉજવાય છે .જેમાં શૌર્ય પથ નિમિત્તે પંચમહાલ જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હાલોલ નગરના રાજમાર્ગો પર ભવ્ય શૌર્ય સંચલન નુ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય વક્તા સંગઠન મંત્રી દક્ષિણ ગુજરાત પ્રાંતના વિક્રમસિંહ ભાટી તેમજ પંચમહાલના જિલ્લા અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિશાલ ભાઈ .વિભાગ સંગઠન મંત્રી ઇમેષભાઈ પરીખ . વિભાગ બજરંગ દળ સંયોજક જલ્પેશ કુમાર સુથાર જિલ્લા બજરંગ દળ સંયોજક રાજુભાઈ માળી.સહિત પંચમહાલ જિલ્લાના તથા હાલોલના જવાબદાર વ્યક્તિઓ તથા સંતો મહંતો અને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા તેમજ તાલુકા ના તમામ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શૌર્ય પથ સંચલન નો પ્રારંભ નગરના ગોધરા રોડ ઉપર આવેલ વિ.એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી આરંભ કરવામાં આવ્યો હતો .શૌર્ય પથ સંચલન મા વિશાળ સંખ્યામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો એ હાથમાં ભગવા ધજા રાખી સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ થઈ શિસ્તબદ્ધ રીતે જોડાઇ ને શૌર્ય પથ સંચલન કર્યું હતું .જાણે આખા નગર ભગવા મય રંગ માં રંગાઈ ગયું હતું .વી એમ કોલેજ ખાતેથી આરંભાયેલ શૌર્ય પથ સંચલન નગરના બસ સ્ટેન્ડ ખાતે રહી પાવાગઢ રોડ પર ફરી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરીને કંજરી રોડ ખાતે થઈ નગરના ગોધરા બાઇપાસ રોડ પર આવેલ બીએપીએસના સ્વામિનારાયણ મંદિર, ધારાનગર, કંજરી ચોકડી .હાલોલ ખાતે પહોંચ્યું હતું જ્યાં શૌર્ય પથ સંચલન નું સમાપન થયું હતું .જેમાં બીએપીએસ ના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત સંતશ્રીઓએ પ્રવચન આપ્યું હતું. શૌર્ય પથ સંચલન નું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે એક સ્વયંસેવક ને માત્ર એક પગ હોવા છતાં પણ ૪ થી ૫ કિલોમીટર લાંબા સંચલનમાં તે ઉત્સાહથી ચાલ્યા છે.અદભુત આવું સાહસ અને ધર્મ પ્રત્યેની ભાવના પ્રેરણાદાયક જ હોય. જ્યાં સુધી આવા ધર્મ રક્ષકો છે ત્યાં સુધી તમે પણ સુરક્ષિત છો એવું આભાસ કરાવી જાય છે. ધન્ય છે આ સ્વયંસેવકને . સંતો દ્વારા શૌર્ય પથ સંચલન નું સમાપન કરવામાં આવ્યું હતું
રીપોર્ટ…. જીતેન્દ્ર ઠાકર